કિર્તિસ્તંભ-બાણજ નાઈટ બસ નુ સંચાલન અનિયમિત કરવામાં આવતા વિધાર્થીઓ તથા મુસાફરો મા રોષ.. | Akhand Bharat Dainik
કિર્તિસ્તંભ-બાણજ નાઈટ બસ નુ સંચાલન અનિયમિત કરવામાં આવતા વિધાર્થીઓ તથા મુસાફરો મા રોષ..
VADODARA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
કિર્તિસ્તંભ-બાણજ નાઈટ બસ નુ સંચાલન અનિયમિત કરવામાં આવતા વિધાર્થીઓ તથા મુસાફરો મા રોષ..
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સૌથી મોટું સેન્ટર નું ગામ સાધલી આવેલું છે.વડોદરા થી સાધલી તરફ આવવા માટે ૭-૩૦ કલાકે છેલ્લી બસ ઉપડે છે.પરતુવડોદરા એસ.ટી. વિભાગમાં આવેલ કરજણ ડેપો દ્વારા વર્ષોથી સંચાલન કરાતી કીર્તિસ્તંભથી રાત્રે 7-30 કલાકે ઉપડતી કીર્તિસ્તંભ - બાણજ વાયા પોર - કારવણ - સાધલી - વેમાર થઇને રાત્રિ બસ ચાલે છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી આ બસનું સંચાલન ખૂબ જ અનિયમિત કરાતું હોય છે. જેના કારણે રાત્રે અને વહેલી સવારે અપડાઉન કરતો નોકરિયાત વર્ગ સહિત મુસાફરો હેરાન થતા હોય છે. બસનો સમય તેમજ પાસ હોવા છતાં ડબલ ભાડુ ખર્ચીને જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે. કરજણ ડેપોના વહીવટ કર્તાઓ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઇને સાધલી રૂટની બસો બંધ કરી દેવાતી હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
તેમજ કરજણ ડેપો ના બાણજ નાઈટ બસ ના શિડયુલ મા ૪-૦૦ કલાકે કિર્તિ -રણાપુર વાયા પોર કાયાવરોહણ સાધલી દિવેર થય ને રણાપુર ની ટીપ છે.પરતુ બસ ખુબ જ લેટ આવતી હોય છે.જેના કારણે સાધલી સ્કુલ માં અભ્યાસ કરવા આવતા દિવેર રણાપુર વિધાર્થીઓ આ બસ ની રાહ જોઈ બેસી રહેતા હોય છે.આ તમામ વિધાર્થીઓ ના છુટકે ખાનગી વાહનો મા ધરે જવુ પડતું હોય છે.આ ટ્રીપ પણ નિયમિત ચલાવવી ખુબ જ જરૂરી છે.કરજણ ડેપો દ્વારા વર્ષોથી સંચાલન કરાતી કીર્તિસ્તંભ- બાણજ વાયા- સાધલી- કારવણ- પોર થઇને બસ ચાલે છે. આ બસ સવારે બાણજથી કિતિઁસ્થંભ ના જાય તો કેટલાંય નોકરીયાત - વિધાર્થીઓ સમય સર પહોંચી શકતા નથી. કારણ કે આ બસ બાણજ ના બદલે કરજણ લય જવા મા આવે છે.એટલે સવારે બસ લેટ આવતી હોય છે.આ બસ સવારે ૯-૪૦ કલાકે કિતિઁસ્થંભથી શિનોર - કરજણ વાયા પોર - સાધલી થઈને ચાલે છે. આ ટ્રીપ મા કાયાવરોહણ સાધલી શિનોર ના નોકરીયાત વર્ગ કાયમી અપડાઉન કરતા હોય છે.આ ટ્રીપ ખુબ જ અનિયમિત ચલાવવા મા આવે છે.પરંતુ આ શિડયુલમાંથી એકાદ ટ્રીપ ચલાવવામા આવતી હોય છે. બાકિ બંધ રહેતી હોય છે. ત્યાર પછી શિડયુલની ઓછી આવકનુ ખોટુ બહાનુ કાઢીને બસો બંધ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ ઉપલા અધિકારીઓને આવી ખબર હોતી નથી કે આ શિડયુલ કેટલા દિવસ ચાલે છે ને કેટલી ટ્રીપો ચલાવવા આવે છે. જે વિસ્તારની ટ્રીપોમાં આવક નથી આવતી એવી ટ્રીપો ચાલુ રખાય છે તેવું મુસાફરો પાસેથી જાણવા મળેલ છે. કરજણ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ કોઇ કાર્યવાહી કરાતી નથી.આ બસ નિયમિત સંચાલન કરવામાં નહીં આવે તો મધ્યસ્થી કચેરી અમદાવાદ ખાતે રજૂઆત કરવામાં આવશે.તેમ મુસાફરો પાસેથી જાણવા મળેલ છે. શબ્બીર આઈ રાઠોડ સાધલી