કડોદરા PEPL ખાતે OSH Code 2026 અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો | Akhand Bharat Dainik
કડોદરા PEPL ખાતે OSH Code 2026 અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
SURAT | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
કડોદરા PEPL ખાતે OSH Code 2026 અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કડોદરા–પલસાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ અને મિલ સંચાલકોને OSH Code 2026ના
નિયમો અને રેગ્યુલેશન અંગે માહિતગાર કરવા PEPL (Enviro Protection Limited) ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો.
10થી વધુ કર્મચારીઓ ધરાવતી મિલો/ફેક્ટરીઓ માટે ફરજિયાત લાયસન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
40 વર્ષથી વધુ ઉંમરના કામદારોનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરાવવું ફરજિયાત રહેશે.
મહિલા કર્મચારીઓ પાસેથી સાંજે 7 વાગ્યા બાદ કામ કરાવવાનું હોય તો તેમની સંમતિ અને જરૂરી મંજૂરી સાથે જ કામ કરાવવાની જોગવાઈ અંગે માહિતી આપવામાં આવી.
મહિલા કર્મચારી પોતાની ઇચ્છાથી કામ કરવા તૈયાર હોય અને જરૂરી સુરક્ષા તથા મંજૂરીની શરતો પૂર્ણ થાય ત્યારે જ નાઇટ શિફ્ટમાં કામ કરાવી શકાશે.
OSH Code 2026ના નવા નિયમો અંગે ઉદ્યોગકારો અને ફેક્ટરી સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી.