કડી તાલુકા ના નંદાસણના રાજપુર ઊંટવા અને કડીના દેઉસણા આંગણવાડી કેન્દ્ર પર અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ‘કીટ પ્રદર્શન’ યોજાયું | Akhand Bharat Dainik
કડી તાલુકા ના નંદાસણના રાજપુર ઊંટવા અને કડીના દેઉસણા આંગણવાડી કેન્દ્ર પર અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ‘કીટ પ્રદર્શન’ યોજાયું
MEHSANA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
કડી તાલુકા ના નંદાસણના રાજપુર ઊંટવા અને કડીના દેઉસણા આંગણવાડી કેન્દ્ર પર અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ‘કીટ પ્રદર્શન’ યોજાયું
મહેસાણા, ૨૨ સપ્ટેમ્બર:મહેસાણા જિલ્લાના આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણને વેગ આપવા અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા આશય સાથે આજે એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ઘટક નંદાસણ હેઠળના સેજો રાજપુર ઊંટવા-૧ આંગણવાડી કેન્દ્ર તેમજ કડી ઘટક હેઠળના સેજો વિસતપુરાના દેઉસણા ગામની આંગણવાડી કેન્દ્ર પર ‘કીટ પ્રદર્શન’ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ ભવ્ય પ્રદર્શન માનનીય પ્રોગ્રામ ઓફિસરશ્રી, સીડીપીઓ (CDPO) શ્રી હીનાબેન પટેલ, જિલ્લા પી.એસ.ઈ. શ્રી ચેતન રાવત અને ઘટક પી.એસ.ઈ. ભૂમિબેનના સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.રમત સાથે જ્ઞાન આપતી વય આધારિત કીટનું આકર્ષણઆઈ.સી.ડી.એસ. વિભાગ તરફથી આંગણવાડીના બાળકોને ઉંમર પ્રમાણે ખાસ તૈયાર કરાયેલા રમકડાં અને સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં બાળકો માટેની ‘રમત ગમત ભાગ-૧ અને ૨’, ‘ચિત્રપોથી’ તેમજ બાળકની વિકાસ યાત્રાની નોંધ રાખતી ‘મારી વિકાસ યાત્રા’ બુક્લેટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, ભૂલકાંઓ દ્વારા કેન્દ્ર પર તૈયાર કરવામાં આવેલી અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીના નમૂનાઓને ‘પોર્ટફોલિયો બેગ’ અને પુસ્તકો સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.૧૭ થીમ આધારિત TLM નું જીવંત પ્રદર્શનપૂર્વ પ્રાથમિક શિક્ષણ વધુ અસરકારક અને રસપ્રદ બને તે માટે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો દ્વારા ૧૭ અલગ-અલગ શૈક્ષણિક થીમ પર આધારિત ‘TLM’ (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ વાલીઓ અને આંગણવાડી કાર્યકરોને આ શૈક્ષણિક કીટનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું હતું.આ નવતર પ્રદર્શનને નિહાળવા માટે રાજપુર ઊંટવા અને દેઉસણા વિસ્તારના વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના આ બદલાતા સ્વરૂપ અને આધુનિક અભિગમને જોઈને વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને આઈ.સી.ડી.એસ. વિભાગની આ કામગીરીને ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.