*હુસેનાબાદ ગામે જૂના કબ્રસ્તાન સુધી રસ્તાનું નિર્માણ*
માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે વિકાસકાર્યોને વેગ
માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે જૂના કબ્રસ્તાન સુધી પહોંચવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના સદસ્ય આહમદભાઈ બતકની ગ્રાન્ટમાંથી આ વિકાસકામ હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
હુસેનાબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હસનભાઈ પીરજી, ઉપસરપંચ શ્રી કાસમ સુલેમાન બેરા તથા ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે. *છેલ્લા અંદાજે એક વર્ષ દરમિયાન ગામમાં થયેલા વિકાસકાર્યો લોકોમાં જોવા મળી રહ્યા છે.*
જૂના કબ્રસ્તાન સુધી રસ્તો બનતા સ્થાનિક લોકોને આવન-જાવનમાં સુવિધા મળશે. ગ્રામજનો દ્વારા આ વિકાસકામ બદલ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સરપંચ શ્રી હસનભાઈ પીરજી દ્વારા આગામી સમયમાં પણ ગામના વિકાસ માટે કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.
— પત્રકાર હસનભાઈ પીરજી