કાંકરેજના મુડેઠા ટોલટેક્સ ની બાજુમાં ‘જય અંબે સેવા કેમ્પ’માં સંત શ્રી કુરશીપુરી બાપુના પાવન આશીર્વાદ | Akhand Bharat Dainik
કાંકરેજના મુડેઠા ટોલટેક્સ ની બાજુમાં ‘જય અંબે સેવા કેમ્પ’માં સંત શ્રી કુરશીપુરી બાપુના પાવન આશીર્વાદ
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
કાંકરેજના મુડેઠા ટોલટેક્સ ની બાજુમાં ‘જય અંબે સેવા કેમ્પ’માં સંત શ્રી કુરશીપુરી બાપુના પાવન આશીર્વાદ
, કાંકરેજ : કાંકરેજ તાલુકાના મુડેઠા ટોલટેક્સની બાજુમાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રાળુઓની સેવા માટે કાર્યરત ‘જય અંબે સેવા કેમ્પ, મુડેઠા’ ખાતે આજરોજ પરમ પૂજ્ય સંત શ્રી કુરશીપુરી બાપુ પધાર્યા હતા. સંતશ્રીએ સેવા કેમ્પના સેવાભાવી કાર્યકરો તથા અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રાળુઓને પાવન આશીર્વાદ પાઠવ્યા હતા. સંતશ્રીના પાવન સાનિધ્યથી સમગ્ર સેવા કેમ્પનું વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બની ગયું હતું.
જય અંબે સેવા કેમ્પનું આયોજન શ્રી વિષ્ણુભાઈ રાયગોર રસોઈયા તથા ભૂમિના દાતા શ્રી રમેશભાઈ દેસાઈ અને તેમની સેવાભાવી ટીમ દ્વારા અંબાજી જતા પદયાત્રાળુઓ માટે ચા-નાસ્તો, ભોજન તેમજ રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પદયાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે કેમ્પ ખાતે જરૂરી સેવાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી તરફ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પગપાળા જતા પદયાત્રાળુઓ મોટી સંખ્યામાં જય અંબે સેવા કેમ્પ ખાતે રોકાઈને સેવાઓનો લાભ લઈ રહ્યા છે. સેવાભાવી કાર્યકરો દ્વારા યાત્રાળુઓની સેવા-સુશ્રુષા કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે થરા APMCના ડિરેક્ટર શ્રી મુકેશભાઈ સોમાભાઈ રાવલ, ક્લાસ-૨ અધિકારી નર્મદા નિગમ, પાટણના શ્રી જીગરભાઈ રાવલ, શ્રી ભાઈરામભાઈ તલાટી, શ્રી કિરણભાઈ મંત્રી, શ્રી મનુભાઈ જોશી, IIFL બેંક શિહોરીના મેનેજર શ્રી પિયુષભાઈ દેસાઈ સહિત અનેક સામાજિક અને સહકારી આગેવાનો, સેવાભાવી કાર્યકરો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંત શ્રી કુરશીપુરી બાપુના આશીર્વાદ અને સેવાભાવી કાર્યકરોના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી ‘જય અંબે સેવા કેમ્પ’ પદયાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સેવા કેન્દ્ર બની રહ્યું છે. અંબાજી જતા યાત્રાળુઓની સેવા કરવાનો આ સેવાયજ્ઞ શ્રદ્ધા, સેવા અને સમર્પણ સાથે સતત આગળ વધી રહ્યો છે.
જય અંબે
અંબાજી માતાના દર્શને જતા પદયાત્રાળુઓની સેવા એ જ સાચી ભક્તિ