હૂસેનાબાદ ગામ ટાવરની નેટવક પોરબલેમ | Akhand Bharat Dainik
હૂસેનાબાદ ગામ ટાવરની નેટવક પોરબલેમ
JUNAGADH | By Akhand Bharat Team | Published:
મનોરંજન
હૂસેનાબાદ ગામ ટાવરની નેટવક પોરબલેમ
હુસેનાબાદ ગામમાં Jio નેટવર્ક ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ
માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી Jio મોબાઇલ નેટવર્કની સમસ્યા સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં મોબાઇલમાં નેટવર્ક મળતું ન હોવાથી લોકોને ફોન કોલ, ઇન્ટરનેટ અને અન્ય ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનો દ્વારા આ અંગે વારંવાર ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જે. એચ. પીરજી દ્વારા Jio કંપનીના સંબંધિત અધિકારીઓને સમગ્ર સમસ્યાથી માહિતગાર કરી નેટવર્કની સમસ્યા વહેલી તકે દૂર કરવા માટે વારંવાર રિક્વેસ્ટ કરવામાં આવી હતી.
પરંતુ વારંવાર રજૂઆતો અને વિનંતીઓ કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેટવર્ક સેવા ખોરવાતા વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરી કરતા લોકો તેમજ ઓનલાઈન કામકાજ કરતા ગ્રામજનોને ખાસ કરીને મુશ્કેલી પડી રહી છે.
ગ્રામજનોની માંગ છે કે Jio કંપનીના જવાબદાર અધિકારીઓ હુસેનાબાદ ગામની નેટવર્ક સમસ્યાનું તાત્કાલિક નિરીક્ષણ કરી યોગ્ય ટેકનિકલ કામગીરી હાથ ધરી મોબાઇલ નેટવર્ક સેવા પૂર્વવત્ કરે, જેથી ગ્રામજનોને પડતી હાલાકીનો અંત આવે.
ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે.
પત્રકાર હસન પીરજી