સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત 70 મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત તા. 2જી સપ્ટેમ્બરના રોજ ડૉન બૉસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે અંડર-14 અને 17 જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજાઇ જેમાં ડૉન બૉસ્કો હાઇસ્કુલ છોટાઉદેપુર, પી.એમ.મોડેલ સ્કુલ જેતપુર પાવી તથા ડૉન બૉસ્કો હાઇસ્કુલ કવાંટની ટીમોએ ભાગ લીધો હતો. પ્રસ્તુત ટુર્નામેન્ટમાં ડૉન બૉસ્કો હાઇસ્કુલ કવાંટની અંડર 14 અને 17ની બાસ્કેટબોલ ટીમોએ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને કવાંટ પંથક તથા શાળાને ગૌરવ અપાવ્યું છે તે બદલ શાળાના મનેજર ફા.ડૉ. મયંક પરમાર, આચાર્ય ફા. અજય, ફા. આગ્નેલ, એડમીનીસ્ટ્રેટર બ્ર. મેલ્વિન તથા બ્ર. જોસેફ અને સ્ટાફે વિજેતા ટીમ તથા તેમને આ કક્ષાએ પહોંચાડનારા અજય સર, ગોવિંદ સર, ગણેશ સર અને આકાશ સરને શુભેચ્છાઓ પાઠવી હતી.