ડૉ. અની સોનીને Women Changemaker Award 2026”નું સન્માન | Akhand Bharat Dainik
ડૉ. અની સોનીને Women Changemaker Award 2026”નું સન્માન
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
ડૉ. અની સોનીને Women Changemaker Award 2026”નું સન્માન
???? પાટણની દીકરી અને રાધનપુરની વહુ ડૉ. અની સોનીને Women Changemaker Award 2026”નું સન્માન
પાટણની દીકરી, રાધનપુરની વહુ અને અમદાવાદમાં પોતાની આગવી ઓળખ બનાવનાર Business Woman ડૉ. અની સોનીએ ફિઝિયોથેરાપીના ક્ષેત્રથી શરૂ કરેલી પોતાની સફરને આજે મહિલા આરોગ્ય, પ્રેગ્નન્સી વેલનેસ, ગર્ભ સંસ્કાર અને Conscious Parenting ક્ષેત્રે કાર્યરત સફળ બિઝનેસમાં પરિવર્તિત કરી છે. તેમના કાર્ય અને નવીન અભિગમને ધ્યાનમાં રાખીને તેમને “Innovative Entrepreneur in Vedic & Scientific Garbh Sanskar and Conscious Parenting” તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. અની સોની વ્યવસાયે Consultant Physiotherapist છે અને યોગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ફિઝિયોથેરાપીના અભ્યાસ બાદ પણ તેમણે સતત શિક્ષણ અને તાલીમ દ્વારા પોતાના જ્ઞાનનો વિસ્તાર કર્યો છે. ગર્ભ સંસ્કાર, Conscious Parenting, Pregnancy Wellness, Prenatal Yoga, Diet & Nutrition તથા સંબંધિત ક્ષેત્રોમાં તેમણે વિશેષ જ્ઞાન અને તાલીમ મેળવી છે.
અમદાવાદના Smart Shishu Garbh Sanskar & Parenting Centerના સ્થાપક તરીકે તેઓ પ્રેગ્નન્સીનું આયોજન કરતા કપલ્સથી લઈને ગર્ભવતી માતા-પિતા સુધીને માર્ગદર્શન આપે છે. તેમના કાર્યક્રમોમાં ટ્રાઇમેસ્ટર મુજબની કસરતો, Prenatal Yoga, Diet & Nutrition Guidance, Pranayama, Meditation, Garbh Sanskar અને Conscious Parentingનો સમાવેશ થાય છે.
તેમનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગર્ભાવસ્થા દરમિયાન માર્ગદર્શન આપવાનો નથી, પરંતુ બાળકના આગમન પહેલાં જ માતા-પિતાને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરી જાગૃત અને જવાબદાર પેરેન્ટહૂડ તરફ આગળ વધારવાનો છે.ગર્ભ સંસ્કાર, Prenatal Yoga અને Conscious Parenting અંગે માર્ગદર્શન માટે ડૉ. અની સોનીનો 81 40 909 109 પર સંપર્ક કરી શકાય છે.
એક સ્ત્રી તરીકે સતત શીખતા, આગળ વધતા અને કંઈક નવું સર્જતા રહેવાની તેમની સફરને મળેલું આ સન્માન તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે સાથે રાધનપુર અને સમગ્ર પાટણ વિસ્તાર માટે પણ ગૌરવની વાત છે. ????✨