ઢેબર પ્રાથમિક શાળા ખાતે સંકલ્પ અભિયાન અંતર્ગત સુશાસન દિવસ ની ઉજવણી કરાઇ | Akhand Bharat Dainik
ઢેબર પ્રાથમિક શાળા ખાતે સંકલ્પ અભિયાન અંતર્ગત સુશાસન દિવસ ની ઉજવણી કરાઇ
JUNAGADH | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
ઢેબર પ્રાથમિક શાળા ખાતે સંકલ્પ અભિયાન અંતર્ગત સુશાસન દિવસ ની ઉજવણી કરાઇ
વિસાવદર તાલુકાના ઢેબર ગામે આવેલી શ્રી ઢેબર પ્રાથમિક શાળા ખાતે ‘સંકલ્પ ગુજરાત અભિયાન’ અંતર્ગત સુશાસન દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય અને ઉત્સાહસભર વાતાવરણમાં કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા વિવિધ વિષયો પર સુંદર અને આકર્ષક રંગોળીઓ પૂરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ સુશાસન અને વિવિધ વિષયો પર પોતાના વક્તવ્યો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોએ વિવિધ થીમ પર પોતાની સર્જનાત્મકતા દર્શાવતા રંગબેરંગી ચિત્રો પણ તૈયાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં SMC અધ્યક્ષ શ્રી મનસુખભાઈ વઘાસિયા, માજી સરપંચ શ્રી કેશુભાઈ ડોબરીયા, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સ્પર્ધાના વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા બદલ અને ‘બાળ દેવો ભવઃ’ ના ભાવ સાથે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો તથા વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.