ચલથાણ સુગર ફેક્ટરીમાં ચૂંટણી પ્રક્રિયા સામે સભાસદોનો ભારે રોષ: મતધિકાર અને શેરડી પુરવઠાના મુદ્દે MDને રજૂઆત | Akhand Bharat Dainik
ચલથાણ સુગર ફેક્ટરીમાં ચૂંટણી પ્રક્રિયા સામે સભાસદોનો ભારે રોષ: મતધિકાર અને શેરડી પુરવઠાના મુદ્દે MDને રજૂઆત
SURAT | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ચલથાણ સુગર ફેક્ટરીમાં ચૂંટણી પ્રક્રિયા સામે સભાસદોનો ભારે રોષ: મતધિકાર અને શેરડી પુરવઠાના મુદ્દે MDને રજૂઆત
ચલથાણ સુગર ફેક્ટરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયા તથા નિયમ 4(3) હેઠળ કેટલાક સભાસદોના મતધિકાર અંગે વિવાદ સર્જાયો છે. મતધિકાર છીનવાઈ જવાના આક્ષેપને લઈને સભાસદોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો.
આ મુદ્દે વાંઝ ગામના સભાસદ પરેશકુમાર કુંડનલાલ પટેલના નેતૃત્વમાં સભાસદોના એક જૂથે ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) વિપિન પાંડે સાથે મુલાકાત કરી હતી. સભાસદોએ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવા તેમજ નિયમ 4(3) હેઠળ મતધિકારથી વંચિત કરાયેલા સભાસદોના મતાધિકારને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
સભાસદોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમનો મતાધિકાર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયા નિયમો મુજબ પારદર્શક રીતે આગળ ધપાવવામાં આવે. જો મતાધિકારનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ફેક્ટરીને શેરડીનો પુરવઠો નહીં આપવાની ચીમકી પણ સભાસદોએ ઉચ્ચારી હતી.
આ ઉપરાંત, હાલમાં રોપાણ સિવાય આશરે 15 હજાર એકર વિસ્તારમાં ઉભો શેરડીનો પાક હોવાનું જણાવી, સભાસદોએ આ પાક પણ ફેક્ટરીને ન આપવાના આક્રમક વલણની રજૂઆત કરી હતી. જેના કારણે આગામી દિવસોમાં ફેક્ટરીના શેરડી પુરવઠા અને કામગીરી પર પણ તેની અસર પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સભાસદોની રજૂઆત અને રોષને ધ્યાનમાં લેતા MD વિપિન પાંડેએ બાંહેધરી આપી હતી કે સાંજે 5 વાગ્યા સુધીમાં આ સમગ્ર મામલે યોગ્ય નિર્ણય લઈને સભાસદોને જાણ કરવામાં આવશે.
MDની બાંહેધરી બાદ સભાસદોએ સાંજે 5 વાગ્યે ફરી MD કચેરી ખાતે ઉપસ્થિત રહી GV