ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્નમંચ યોજાયો.. વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. | Akhand Bharat Dainik
ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્નમંચ યોજાયો.. વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્નમંચ યોજાયો.. વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ભારત વિકાસ પરિષદના મુખ્ય પ્રકલ્પ પૈકીના રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા અને પ્રશ્નમંચનું આયોજન તાજેતરમાં રાપર શાખા દ્વારા યોજાયું હતું. પ્રારંભે દિપપ્રાગટ્ય અને વંદેમાતરમના ગાન બાદ પ્રથમ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ હતી.રાપર શહેરની નવ શાળાના વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમોને નવ દુર્ગાના નામ આપવામાં આવ્યા હતા.પ્રથમ નંબરે એન.પી.મહેતા શાળા, દ્વિતિય ક્રમે અયોધ્યાપુરી કુમાર શાળા અને તૃતિય ક્રમે પદમપર પ્રાથમિક શાળા વિજયી બની હતી. નિર્ણાયક તરીકે સંગીતજ્ઞ ગોવિંદભાઈ સોની, સુચિતાબેન જોષી, મોઘીબેન પટેલ, ગાયત્રીબા ગઢવી અને ક્રિષ્નાબેન સોનીએ સેવા આપી હતી. આ સાથે દરેક શાળાઓમાંથી લેવાયેલ પરીક્ષામાં પ્રથમ આવનાર બે બે વિધાર્થીઓ વચ્ચે કોન બનેગા કરોડપતી ફ્રેમ રોમાંચક પ્રશ્નમંચ યોજાયો હતો. જેમાં પ્રાથમિક વિભાગમાં તેર શાળાઓ અને માધ્યમિક વિભાગમાં છ શાળાઓએ ભાગ લીધો હતો.સંપૂર્ણ રાઉન્ડના અંતે પ્રાથમિક વિભાગમાં અનુભૂતિ વિધા મંદિર પ્રથમ અને અયોધ્યાપુરી કન્યા શાળા દ્વિતીય ક્રમે રહ્યા હતા અને માધ્યમિક વિભાગમાં મોટી રવ પ્રાથમિક શાળા પ્રથમ અને અનુભૂતિ વિદ્યામંદિર દ્વિતીય ક્રમે રહ્યા હતા. ભારત કો જાનો પ્રશ્નમંચનું સંચાલન પારસભાઈ ઠક્કર અને સમૂહગાન સ્પર્ધાના સંયોજક વિજયભાઈ જાનીએ કર્યું હતું. સ્કોરર તરીકે ડો.રાહુલ પ્રસાદજીએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના પ્રમુખ ડો.અમીતભાઈ પટેલ, પ્રાંત સંપર્ક કન્વીનર રમેશભાઈ ઉપાધ્યાય, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતી વિધુતભાઈ જોષી, રાપર રત્ન યોગેશભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.એમને સન્માનિત કરાયા હતા. ભારત કો જાનોના સંયોજક રવજીભાઈ અખિયાણી, સવજીભાઈ ભાટી, ઈશ્વરભાઈ ચાવડા, મઢવી સાહેબ, વિગેરે સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.વિધાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સંસ્થાના સદસ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ સોનીએ અને આભાર દર્શન દિનેશભાઈ સોનીએ કર્યું હતુ.