અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકાની શેઠ એલ.પી. હાયર સેકન્ડરી સ્કુલ, શિણોલ મુકામે તારીખ 19/9/2026 ના રોજ શાળાકીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું | Akhand Bharat Dainik
અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકાની શેઠ એલ.પી. હાયર સેકન્ડરી સ્કુલ, શિણોલ મુકામે તારીખ 19/9/2026 ના રોજ શાળાકીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકાની શેઠ એલ.પી. હાયર સેકન્ડરી સ્કુલ, શિણોલ મુકામે તારીખ 19/9/2026 ના રોજ શાળાકીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકાની શેઠ એલ.પી. હાયર સેકન્ડરી સ્કુલ, શિણોલ મુકામે તારીખ 19/9/2026 ના રોજ શાળાકીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ પાંચ થી 12 સુધીના વિદ્યાર્થીઓએ નક્કી કરેલા પાંચ વિભાગોમાં વિવિધ કૃતિઓ રજૂ કરી. આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં શિણોલ કેળવણી મંડળના ઉપપ્રમુખ તથા બી ડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન ના પ્રિન્સિપાલ ડો. બીપીનભાઈ પટેલ સાહેબ, કેળવણી મંડળના મંત્રી શ્રી ડો. તરુણભાઈ શાહ સાહેબ, સહમંત્રી ધીરુભાઈ પટેલ, નવી શિણોલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીતુભાઈ પટેલ, કેળવણી મંડળના અન્ય સદસ્યશ્રીઓ સી.આર.સી કો-ઓર્ડીનેટર મિતેશભાઇ તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી. જૂની શિણોલ પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી તેજસભાઈ પટેલ અને લાલપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચિંતનભાઈ પટેલે નિર્ણાયક તરીકેની કપરી પરંતુ ઉમદા કામગીરી બજાવી. શાળાના આચાર્યશ્રી પરિનભાઇ પટેલ સાહેબે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો, શિક્ષક મિત્રો તથા ઉપસ્થિત સર્વેનો હૃદય પૂર્વક આભાર માન્યો. વિવિધ દાતાશ્રીઓ દ્વારા બાળ વૈજ્ઞાનિકોના આ ઉમદા પ્રયાસને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યો. પ્રદર્શનમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો, તમામ શિક્ષક મિત્રો, ઉપસ્થિત મહેમાનો તથા શાળાના વિદ્યાર્થી મિત્રો માટે આ કાર્યક્રમ અવિસ્મરણીય બની રહ્યો.