*આહવા જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ**જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત, DDO સહિત અધિકારીઓ અને આહવા સરપંચે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ*આહવા, ડાંગ | રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
DANG | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
*આહવા જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ**જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત, DDO સહિત અધિકારીઓ અને આહવા સરપંચે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ*આહવા, ડાંગ | રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
*આહવા જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ*
*જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત, DDO સહિત અધિકારીઓ અને આહવા સરપંચે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ*
આહવા, ડાંગ | રિપોર્ટર: ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં ‘સ્વચ્છતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના આગળના પરિસરમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત, જિલ્લા વિકાસ અધિકારી (DDO), વિવિધ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંત સહિતના આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતા.
સફાઈ કામગીરી બાદ જિલ્લા પંચાયત કચેરીના પાછળના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અધિકારીઓ અને આગેવાનો દ્વારા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે પરંતુ કચેરીઓ, જાહેર સ્થળો અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહભાગી બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
સ્વચ્છ પરિસર અને હરિયાળું પર્યાવરણ—બંને માટે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
અખંડ ભારત