આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યો કળા-કૌશલ્યનો અદભુત સંગમ
| By Akhand Bharat Team | Published:
General
આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યો કળા-કૌશલ્યનો અદભુત સંગમ
આહિર સમાજની પરંપરા, સંસ્કૃતિ અને હસ્તકલાને જીવંત રાખવાના પ્રયાસરૂપે સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો હતો.
આ એક્ઝિબિશનમાં આહિર સમાજની માતા-બહેનો અને દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ પ્રકારની ભરતકામ તથા હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હસ્તકલા ઉદ્યોગના માધ્યમથી આહિર સંસ્કૃતિ અને પરંપરાને સતત જીવંત રાખવાના આ પ્રયાસને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આહિર સમાજના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓની પ્રતિભા, કૌશલ્ય અને સ્વરોજગારને પ્રોત્સાહન આપતું આ આયોજન સમાજની સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.