આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવા અને 'સિંગલ વિન્ડો સિસ્ટમ' દાખલ કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત.ટેકનોલોજીનો હેતુ સુવિધા ઊભી કરવાનો હોવો જોઈએ, અવરોધ નહીં. શિષ્યવૃત્તિ એ કોઈ વૈભવી સુવિધા નથી પરંતુ ગરીબ વિદ્યાર્થીના શિક્ષણને ચાલુ રાખવા માટેની કલ્યાણકારી સહાય છે.-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.ગુજરાતના આદિજાતિ સમાજના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય અભ્યાસ માટે સરકારની શિષ્યવૃત્તિ પર નિર્ભર છે. પરંતુ હાલમાં ડિજિટલ શિષ્યવૃ | Akhand Bharat Dainik
આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવા અને 'સિંગલ વિન્ડો સિસ્ટમ' દાખલ કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત.ટેકનોલોજીનો હેતુ સુવિધા ઊભી કરવાનો હોવો જોઈએ, અવરોધ નહીં. શિષ્યવૃત્તિ એ કોઈ વૈભવી સુવિધા નથી પરંતુ ગરીબ વિદ્યાર્થીના શિક્ષણને ચાલુ રાખવા માટેની કલ્યાણકારી સહાય છે.-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.ગુજરાતના આદિજાતિ સમાજના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય અભ્યાસ માટે સરકારની શિષ્યવૃત્તિ પર નિર્ભર છે. પરંતુ હાલમાં ડિજિટલ શિષ્યવૃ
NAVSARI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવા અને 'સિંગલ વિન્ડો સિસ્ટમ' દાખલ કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત.ટેકનોલોજીનો હેતુ સુવિધા ઊભી કરવાનો હોવો જોઈએ, અવરોધ નહીં. શિષ્યવૃત્તિ એ કોઈ વૈભવી સુવિધા નથી પરંતુ ગરીબ વિદ્યાર્થીના શિક્ષણને ચાલુ રાખવા માટેની કલ્યાણકારી સહાય છે.-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.ગુજરાતના આદિજાતિ સમાજના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય અભ્યાસ માટે સરકારની શિષ્યવૃત્તિ પર નિર્ભર છે. પરંતુ હાલમાં ડિજિટલ શિષ્યવૃ
આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવા અને 'સિંગલ વિન્ડો સિસ્ટમ' દાખલ કરવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત.
ટેકનોલોજીનો હેતુ સુવિધા ઊભી કરવાનો હોવો જોઈએ, અવરોધ નહીં. શિષ્યવૃત્તિ એ કોઈ વૈભવી સુવિધા નથી પરંતુ ગરીબ વિદ્યાર્થીના શિક્ષણને ચાલુ રાખવા માટેની કલ્યાણકારી સહાય છે.-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.
ગુજરાતના આદિજાતિ સમાજના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય અભ્યાસ માટે સરકારની શિષ્યવૃત્તિ પર નિર્ભર છે. પરંતુ હાલમાં ડિજિટલ શિષ્યવૃત્તિ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોવાને કારણે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના હજારો વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ.નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગને એક વિસ્તૃત પત્ર લખીને આ પ્રક્રિયા તાકીદે સરળ કરવા માંગ કરી છે.વિદ્યાર્થીઓને નડતી મુખ્ય મુશ્કેલીઓ જેવી કે હાલની પોર્ટલ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓએ આધાર વેરિફિકેશન, રેશનકાર્ડની વિગતો, OTR (One Time Registration), સિટિઝન લોગિન, અને e-Sign જેવી અનેક જટિલ ડિજિટલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. વધુમાં, દરેક તબક્કે વારંવાર આવતા OTP અને સર્વરની ધીમી ગતિને કારણે ફોર્મ ભરવામાં કલાકો નીકળી જાય છે. અંતરિયાળ વિસ્તારના વાલીઓ પાસે પૂરતું ડિજિટલ જ્ઞાન કે સ્માર્ટફોન ન હોવાને કારણે તેઓ વચેટિયાઓ કે ખાનગી સાયબર કાફે પર આધાર રાખવા મજબૂર બન્યા છે. ટેકનિકલ ખામી કે OTP ન આવવાને કારણે જો કોઈ પાત્ર વિદ્યાર્થી ફોર્મ ન ભરી શકે, તો તેની કોઈ ભૂલ વિના તે શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે તેનું સરળીકરણ કરવા માટે વારંવાર લોગિન, રજીસ્ટ્રેશન અને વેરિફિકેશનની જગ્યાએ “એક વિદ્યાર્થી – એક સરળ અરજી – એક જ ટ્રેકિંગ સિસ્ટમ” આધારિત પોર્ટલ બનાવવામાં આવે. સરકારી ડેટાબેઝમાંથી આધાર અને રેશનકાર્ડની માહિતીનું આપમેળે વેરિફિકેશન થાય જેથી e-Signની જરૂર ન પડે.OTP ન આવવાની સ્થિતિમાં કે મોબાઈલ નેટવર્કની સમસ્યા હોય ત્યારે વૈકલ્પિક ઓથેન્ટિકેશન (Alternative Verification) વ્યવસ્થા ઊભી કરાય.દરેક આદિવાસી બહુલ તાલુકામાં 'શિષ્યવૃત્તિ સેવા કેમ્પ' અને હેલ્પ ડેસ્ક શરૂ કરી વિદ્યાર્થીઓને મફત ફોર્મ ભરવાની સહાય આપવામાં આવે.ઓછું ડિજિટલ જ્ઞાન ધરાવતા વાલીઓના બાળકો માટે શાળા કે કોલેજના અધિકૃત કર્મચારી દ્વારા જ ફોર્મ ભરી શકાય તેવી 'Assisted Filing' ની મંજૂરી અપાય.કોઈપણ વિદ્યાર્થી વંચિત ન રહે (No Student Left Behind): પોર્ટલની ખામી કે ટેકનિકલ કારણોસર ફોર્મ ન ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ ગ્રીવન્સ વિન્ડો (Grievance Window) ખોલવામાં આવે અને સમયમર્યાદા બાદ પણ યોગ્ય કિસ્સામાં અરજી સ્વીકારાય.