સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’થી રંગાયું અરવલ્લીશામળાજી મંદિર પરિસર અને મોડાસાના ઓધારી તળાવ ખાતે કુદરતી સામગ્રીથી આકર્ષક રંગોળીનું સર્જન | Akhand Bharat Dainik
સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’થી રંગાયું અરવલ્લીશામળાજી મંદિર પરિસર અને મોડાસાના ઓધારી તળાવ ખાતે કુદરતી સામગ્રીથી આકર્ષક રંગોળીનું સર્જન
ARVALLI | By Akhand Bharat Team | Published:
ટેક
સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’થી રંગાયું અરવલ્લીશામળાજી મંદિર પરિસર અને મોડાસાના ઓધારી તળાવ ખાતે કુદરતી સામગ્રીથી આકર્ષક રંગોળીનું સર્જન
‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’થી રંગાયું અરવલ્લી
શામળાજી મંદિર પરિસર અને મોડાસાના ઓધારી તળાવ ખાતે કુદરતી સામગ્રીથી આકર્ષક રંગોળીનું સર્જન
ફૂલો, કઠોળ અને વિવિધ બીજના સર્જનાત્મક ઉપયોગથી સેવા, સમૃદ્ધિ, સ્વાવલંબન અને રાષ્ટ્રભાવનાનો સંદેશ
મોડાસા, તા. 18:
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં સેવા, સ્વાવલંબન અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંદેશ આપતી સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાઈ હતી. શામળાજી મંદિર પરિસર તેમજ મોડાસાના ઓધારી તળાવ ખાતે સ્થાનિક અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર તથા આકર્ષક રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી.
આ રંગોળીઓમાં પરંપરાગત રંગોના સ્થાને ફૂલો, વિવિધ પ્રકારના કઠોળ, અનાજ અને બીજ જેવી સ્થાનિક કૃષિ પેદાશો તથા કુદરતી સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો હતો. રંગોળીના માધ્યમથી ભારતીય પરંપરા, સ્થાનિક પેદાશો અને રાષ્ટ્રભાવનાને એકસાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંપરાગત રંગોળી કળાને સ્થાનિક કૃષિ પેદાશો સાથે સાંકળી તૈયાર કરવામાં આવેલી આ રંગોળીઓ માત્ર કલાત્મક અભિવ્યક્તિ પૂરતી સીમિત ન રહી, પરંતુ તેના માધ્યમથી ‘સ્થાનિકથી રાષ્ટ્રની સમૃદ્ધિ’નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી સંસાધનો અને કૃષિ પેદાશોનો સર્જનાત્મક તથા સકારાત્મક ઉપયોગ કરીને સ્વાવલંબન તરફ આગળ વધવાની ભાવના ઉજાગર કરવામાં આવી હતી.
શામળાજી મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી રંગોળી યાત્રાળુઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે મોડાસાના ઓધારી તળાવ ખાતેની રંગોળીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. રંગોળી નિહાળવા આવેલા લોકોએ કુદરતી સામગ્રીથી તૈયાર કરાયેલી આ અનોખી કલાની પ્રશંસા કરી હતી.
‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ની આ પહેલ દ્વારા સેવા માત્ર એક પ્રવૃત્તિ નહીં પરંતુ સમાજના દરેક વર્ગને જોડતી ભાવના છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. જનભાગીદારી, સ્થાનિક પેદાશોનો ઉપયોગ, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને એકસાથે સાંકળી આ કાર્યક્રમ દ્વારા સેવા સંકલ્પ અભિયાનનો ઉદ્દેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કુદરતી અને સ્થાનિક સામગ્રીથી તૈયાર કરાયેલી આ રંગોળીઓએ અરવલ્લીની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, કૃષિ સમૃદ્ધિ અને રાષ્ટ્રપ્રેમના રંગો પૂર્યા હતા. આ સમગ્ર આયોજનથી ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ની ભાવના જીવંત બની હતી.
તસવીર અને અહેવાલ :-
મયંક સોની, મોડાસા
મો. 9898245145